##તુંઅનેતારીવાતો-4

DHAMU

એક આછા ફુલ પર રંગબેરંગી પતંગિયુ, એટલે #તુંઅનેતારીવાતો

એક સુકયેલા ખાબોચિયા ને સ્પર્શતો કુમળો તડકો, એટલે #તુંઅનેતારીવાતો

કાળા ડિબાન્ગ વાદળો ની કિનારી એથી ડોકાતા, સોનેરી તડકા નુ વ્હાલ એટલે #તુંઅનેતારીવાતો

એક લીલાછમ પાને ધરેલા ઝાકળ ના મોતી, એટલે #તુંઅનેતારીવાતો

અસ્ત થતા સુરજે ચોમેર આકાશ મા સજાવેલી રંગોળી, એટલે #તુંઅનેતારીવાતો

પહેલા વરસાદ પછી, ધરતી માથી ફુટી નીકળતી રોમાન્ચક સુગન્ઘ. એટલે #તુંઅનેતારીવાતો

મારા રુદયમાં સચવાયેલી સંવેદનાસભર સલ્તનત એટલે #તુંઅનેતારીવાતો

કંઇક વર્ષોની અધૂરી અજુગતી કોઈ ઝંખના એટલે #તુંઅનેતારીવાતો

લાખો રહસ્યો ને સમાવીને સચવાયેલો મહેલ એટલે #તુંઅનેતારીવાતો

હરક્ષણ જાને કંઇક ખોવાઈ રહ્યાનો અહેસાસ એટલે #તુંઅનેતારીવાતો

ધીર-ગંભીર મહાસાગરનું ઘુઘવાટા કરતુ મૌન એટલે #તુંઅનેતારીવાતો

શિયાળાના પ્રથમ ઝાકળનું ભીનું એકલવાયું ખુમાર એટલે #તુંઅનેતારીવાતો

રાધાના રુદયમાં રહેતો વસમો અધૂરો ઈન્તેજાર એટલે #તુંઅનેતારીવાતો

Leave a comment